મહેન્દ્રસિંહજી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત કેમ્પમાં 220 બાળકોને સુવર્ણપ્રાશન કરાવાયું: જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરિયા રહ્યા ઉપસ્થિતમોરબી અપડેટ: મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે મહેન્દ્રસિંહજી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુષ મેગા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ લીધો હતો. જેમાં આયુર્વેદ વિભાગના 110 દર્દીઓ, હોમિયોપેથી વિભાગના 90 દર્દીઓ અને 220 બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 535 જેટલા લોકોએ આયુષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.આ કેમ્પમાં ડો. અરુણાબેન નિમાવત (વૈદ્ય પંચકર્મ, ક્લાસ-1), ડો. સુનિલ એમ. કાચરોલા (R.M.O. આયુર્વેદ વર્ગ-2), ડો. રાધિકાબેન મહેતા (M.O., હોમિયોપેથિક વર્ગ-3), ફાર્માસિસ્ટ પ્રીતિબેન પરમાર, તુષારભાઈ ખોરજા, ભાવિશાબેન, રેખાબેન (આયુ. નર્સિંગ), કોમલબેન (પંચકર્મ), પ્રદિપભાઈ અને રમેશભાઈ સહિતની ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા વ્યવસ્થિત આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરિયા ખાસ હાજર રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સેવાકીય કાર્યમાં રામવાડીના સંચાલકો વિરજીબાપા, ભાણજી દાદા, દયારામભાઈ, દેવશીભાઈ તથા સામાજિક કાર્યકર મહાદેવભાઇ રંગપરીયા વગેરેએ સુંદર વ્યવસ્થાપન કરી સહકાર આપ્યો હતો. નોંધનીય છે કે, રામવાડી દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર આ કેમ્પ માટે વિનામૂલ્યે જગ્યા પૂરી પાડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રામવાડી સંચાલકો દ્વારા અન્ય કોઈપણ મેડિકલ કેમ્પ માટે પણ વાડીનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.#Morbi #MorbiUpdate #MorbiNews #AyushCamp #Mahendranagar #Ramwadi #Ayurveda #HealthCamp #Suvarnaprashan