મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધ અને અપીલને ધ્યાનમાં રાખીને તેમજ ગુજરાત સરકારના તા. 31 માર્ચ, 2020 સુધીના લોકડાઉનને સંપૂર્ણ સમર્થન આપીને વિશ્વ વિખ્યાત અજંતા-ઓરેવા ગ્રુપે તેમના તમામ કર્મચારીઓને ચાલુ પગારે રજા જાહેર કરેલ છે. કપરી પરિસ્થિતિ દરમિયાન કર્મચારીઓના હિત માટે લેવાયેલા આ પ્રકારના પોઝિટિવ નિર્ણય અન્ય ઉદ્યોગપતિઓ માટે પણ જરૂર પ્રેરણારૂપ બનશે, તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.