મોરબી : ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં 1,10,000 થી વધુ ખેડૂતોને કુલ 370 કરોડથી વધુની સહાય ચૂકવી દેવામાં આવી છે.જેમાં હળવદ તાલુકામાં 24837, માળિયા તાલુકામાં 18257, મોરબી તાલુકામાં 36227, ટંકારા તાલુકામાં 18682 અને વાંકાનેર તાલુકામાં 25194 એમ કુલ 123217 જેટલી અરજીઓ કૃષિ રાહત પેકેજમાં થઈ છે. જેમાં અત્યાર સુધી 110840 જેટલા ખેડૂતોને (370,31,96,543) 370 કરોડથી વધુની રકમ જમા થઈ છે.