જીવદયા પ્રેમીઓમાં અરેરાટી મોરબી : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબી તાલુકાના આમરણ નજીક 45થી વધુ પાડાઓથી ઠંસોઠંસ ભરેલી ટ્રક પલટી મારી જતા 25થી વધુ અબોલ જીવોના મોત તથા બાકીના જીવો ગંભીર રીતે ઘવાતા જીવદયા પ્રેમીઓમાં કરુણા સાથે અરેરાટી મચી ગઇ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ જિલ્લામાંથી અબોલ જીવોને ટ્રકમાં ભરીને જામનગર તરફ કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે તેવી મોરબી શિવસેના અને બજરંગદળના આગેવાનોને બાતમી મળી હતી. આ બાતમીના સંદર્ભે માળીયા તાલુકામાં ટ્રક પર વોચ રાખવામાં આવી રહી હતી. એ દરમિયાન આ શંકાસ્પદ ટ્રક ત્યાંથી નીકળતા શિવસેના તેમજ પોલીસની ટીમે તેનો પીછો કર્યો હતો. જેથી ટ્રક ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે ભગાવી મુકી હતી. જો કે, આમરણ ગામ પાસે ટ્રક ચાલકે તેના વાહન ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. જેથી કરીને ટ્રકમાં ભરવામાં આવેલ ૪૫ અબોલ જીવમાંથી ૨૫ કરતા વધુ અબોલ જીવના મોત નિપજ્યા હતા. હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટ્રક ડ્રાયવર વિરુદ્ધ ફરીયાદ નોંધાવવા માટેની તજવીજ ચાલી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne