9મા અને 11મા દિવસે ભીડ ટાળવા કલેક્શન સેન્ટર પર મૂર્તિ જમા કરાવવા તેમજ નિયત સ્થળે જ વિસર્જન કરવા મહાનગરપાલિકાની અપીલમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે રવાપર અને વીરપરની વચ્ચે એક નવું વિસર્જન સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન ઘણા લોકો 3જા, 5મા કે 7મા દિવસે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરતા હોય છે. ત્યારે આજે ગણેશ સ્થાપનના 5મા દિવસે આ નવા સ્થળે 20 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.મહાનગરપાલિકા દ્વારા ગણેશ સ્થાપન કરનારા તમામ ભક્તોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, બાપ્પાની મૂર્તિઓ જ્યાં-ત્યાં પધરાવવાને બદલે મહાનગરપાલિકા દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ જ પધરાવવામાં આવે. આ ઉપરાંત, આગામી 9મા અને 11મા દિવસે વિસર્જન માટે કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યું છે. વિસર્જન સ્થળે લોકોની વધુ ભીડ ન ઉમટે અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે કે લોકો કલેક્શન સેન્ટર પર જ પૂજા-અર્ચના કરી મૂર્તિઓ આપી દે, જેથી સુચારુ રૂપે વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.#Morbi #MorbiUpdate #MorbiNews #GaneshVisarjan #MorbiMunicipality #GaneshChaturthi