મોરબી : મોરબીમાં વિનામૂલ્યે બાળકોના સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 1200 થી વધુ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવામાં આવ્યા હતા. મોરબીમાં આયુર્વેદિક જીવનશૈલી દ્રારા 25 તારીખે બુધવારે 11મો વિનામૂલ્યે મંત્ર ઔષધિ સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાયો હતો. જેમાં બ્રાહ્મી, વચા, નવરત્ન, શંખપુષ્પી, મધ, સુવર્ણ ભસ્મ જેવી કિંમતી ઔષધિથી બનેલ સુવર્ણપ્રાશનના ટીપાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો, યાદ શક્તિમાં વધારો, તાવ શરદી વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોથી બચી શકાતું હોવાથી મોરબી તથા આજુ બાજુનાં ગામનાં 1200 થી વધું બાળકો તથા અનેક પ્રેગ્નેન્ટ મહિલાઓએ લાભ લીધો હતો. બાળકોને ટીપા પીધા બાદ ગિફ્ટ પણ આપવામાં આવી હતી. આ કેમ્પના આયોજક રાજ પરમારનાં જણાવ્યા મુજબ પારસ મહેતા, હરેશભાઇ પીઠવા, યુવા કવી જલરૂપ, ભરતભાઇ કાનાબાર, હરેશભાઇ શેઠ, ક્રિષ્નાબેન પરમાર, વૈશાલીબેન પરમાર,ક્રિષ્નાબેન કવા, નીતાબેન, અરૂણાબેન, પ્રજ્ઞાબેન તથા અન્યનાં સહયોગથી આ કેમ્પ શકય બન્યો છે. આયોજકોનાં કહેવા મુજબ વધુ ને વધું બાળકોને આ આયુર્વેદિક ટીપાનો લાભ મળે અને દરેકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેં માટે દર પુષ્યનક્ષત્રએ આ કેમ્પનું આયોજન થાય છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274