ડોઝ વધ્યા પણ સ્થળો ન વધ્યા, વેકસીનેશન માટે 35 સ્થળો યથાવત મોરબી : મોરબી જિલ્લામાં આજે લાંબા સમયથી વેકસીનની અછત વચ્ચે અંતે અત્યાર સુધીમાં સૌથી વધુ રસીના ડોઝ ફાળવવઆ આવ્યા હતા. આથી અત્યાર સુધીમાં આજના દિવસે મોરબી જિલ્લામાં હાઈએસ્ટ રસીકરણ થયું હોવાનું આરોગ્ય તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે. મોરબી જિલ્લામાં આજના દિવસે સૌથી વધુ 10,192 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વેકસીનની અછતનું ગ્રહણ મંડરાયેલું છે. જેમાં ખૂબ જ ઓછા ડોઝ ફાળવતા હોવાથી વેકસીનેશનનો વ્યાપ વધતો જ ન હતો. જેમાં વેકસીનના ડોઝ ઓછા આવતા હોવાને કારણે સ્થળો પણ માત્ર 35 જ કરી દેવામાં આવ્યા છે. હમણાં ઘણા સમયથી 35 સ્થળોએ વેકસીનેશન થાય છે. એમાં પણ ડોઝ ઓછા ને લોકોની ભીડ વધુ હીવનો દરરોજ રામાયણ રહેતી અને અનેક લોકોને ધરમનો ધક્કો થતો હતો. દરમિયાન આજે લાંબા સમયની વેકસીનની અછતનો પ્રશ્ન હલ થયો છે. જિલ્લા આરોગ્ય તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આજે સૌથી વધુ રસીના ડોઝ ફાળવતામાં આવ્યા હતા. આજે મોરબી જિલ્લાના 35 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પલ્સમાં 3729, 18 પલ્સમાં 6371 અને ખાનગીમાં 92 મળીને કુલ 10192 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જો કે આજનું આ વેકસીનેશન અત્યાર સુધીમાં સૌથી વધુ હોવાનું તંત્રએ જણાવ્યું છે. જ્યારે આવતીકાલે પણ જિલ્લાના 35 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે રસીના ડોઝ તો વધ્યા છે. પણ વેકસીનેશન માટેના સ્થળો વધ્યા નથી. સ્થળો 35 જ રાખવામાં આવ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..