મોરબી : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક પોલીસ દ્વારા ઘર-ઘર ત્રિરંગો ફરકાવવા માટે લોકોને પ્રેરણા મળે તે માટે વાહન ચાલકો તેમજ નગરજનોને રાષ્ટ્રપ્રેમના ગૌરવ વધારતા ૧૦૦૦ થી વધુ ત્રિરંગાનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મોરબી જીલ્લાના નાગરીકોને દરેક ઘરે ત્રિરગો લહેરાવવા અપીલ કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.