મોરબી આર.ઓ. વોટર સપ્લાય બિઝનેસ એસો. દ્વારા દિવ્યાંગોના લાભાર્થે રૂ. 67 હજારનું અનુદાન મોરબી : મોરબી આર.ઓ. વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા મૂક-બધિર અને અંધ આશ્રમમાં ૬૭ હજારનું દાન કરવામાં આવ્યું હતું અને લોકોને જમાડવામાં આવ્યા હતા. તથા લોકોને સારી ગુણવતાવાળું પાણી મળે એ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. મોરબી આર.ઓ. વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી. મિટિંગમાં ગ્રાહકોને ઉચ્ચ સર્વિસ અને સારી ક્વોલિટીનું પાણી આપવા બાબતે ચર્ચા થઈ હતી તથા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પ્લાન્ટ માલિકોને ચેતવણી પણ અપાય હતી. આ ઉપરાંત, લક્ષ્મીનગર ખાતે આવેલા મૂક-બધિર અને અંધ આશ્રમમાં ૬૭ હજાર રૂપિયા રોકડ તથા 130 લોકોને જમાડવામાં આવ્યા હતા. જેમાં એસોસિયન પ્રમુખ સંદીપ પટેલ,ઉપપ્રમુખ ભગીરથ સિંહ રાઠોડ તથા મહામંત્રી ભરતભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ તકે ઉપપ્રમુખ ભગીરથસિંહે દરેક એસોસિએશનના મેમ્બરને સંબોધન કરતા કહ્યું હતું,'ક્યા ખાલી બિઝનેસ નથી પણ એક પ્રકારની સેવા પણ છે એ આપણે ના ભૂલવું જોઈએ.' મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..