મોરબી : સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત પણ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. સમગ્ર ભારતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસની લોક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેમજ કોરોના વાઈરસથી રક્ષણ મેળવવા માટે માસ્ક લગાવવું આવશ્યક છે ત્યારે મોરબીના જીંજોડા અને બોડકી ગામના બી. કે. ગ્રૂપ દ્વારા જિલ્લાના છેવાડાના વિસ્તાર જુમાવડી, જીંજોડા સહિતના વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બી. કે. ગ્રૂપના બી. એસ. પીરજાદા અને આર. જે. માંડવિયા દ્વારા કોરોના વાઈરસ અંગે તકેદારીના ભાગરૂપે બાળકોને માસ્ક વિતરણ કરી કઈ રીતે આ મહામારીથી બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.