મોરબી : મોરબીની એક યુવતીએ વૃક્ષારોપણ કરી લગ્નજીવનનો પ્રારંભ કર્યો હતો. મોરબીમાં રહેતા અવનીબેન પ્રવિનભાઈ અઘારાએ લગ્ન પ્રસંગ નિમિત્તે હલ્દી રસમમાં શનાળા રોડના મોમ્સ હોટલ પાછળ આવેલ હરિ હાઈટ્સ એપાર્ટમેન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ સમાજને લગ્નજીવનની શરૂઆત વૃક્ષારોપણ જેવા પ્રેરણાદાયી કાર્યો થકી કરવાનો સંદેશો પાઠવ્યો હતો.