કોરોનાના જોખમ અને તેનાથી બચવા માટેના ઉપાયો ઝૂંપડપટ્ટીના લોકોને સમજાવાયા મોરબી : મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે હાલની કોરોનાની કપરી પરિસ્થિતિમાં આગળ આવીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઇને લોકોને વાયરસ અંગે સમજણ આપી હતી. સાથોસાથ રૂમાલ અને સાબુનું વિતરણ કર્યું હતું અને તેને ઉપયોગ કરવાની સાચી પદ્ધતિ જરૂરીયાતમંદ લોકોને સમજાવી હતી. સમગ્ર વિશ્વ હાલ કોરોના નામની મહામારી સામે જજુમી રહ્યું છે ત્યારે આપણો દેશ પણ આ બીમારીમાંથી બાકાત રહી શક્યો નથી ત્યારે દેશના મોટાભાગેના નાના અને વંચિત લોકો માટે આ બીમારી સામે લડવું કપરું થઈ જશે એમા શંકાને કોઈ સ્થાન નથી. પણ ઇતિહાસ સાક્ષી છે કે આ દેશ પર જ્યારે જ્યારે આવા સંકટો આવ્યા છે ત્યારે આ દેશ ઘણી બધી વિવિધતાઓ છતાં એક થઈ અને એ બધા સંકટો સામે લડ્યો છે અને જીત્યો છે. અને એનું મુખ્ય કારણ આ દેશની સંસ્કૃતિમાં માનવસેવા વસેલી છે. ત્યારે માનવ સેવાને જ પોતાનો ધર્મ માનનાર મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીની વિવિધ જગ્યા પર આવેલી ઝુપડપટ્ટી વિસ્તારના વંચિત લોકોને કોરોના નામની મહામારી વિશે વિસ્તૃત રીતે સમજાવી અને આ બીમારી જાજી ફેલાય નહિ તેના માટે શું શું કરવું જોઈએ અને શું શું ના કરવુ જોઈએ તેની માહિતી આપેલ તેમજ રૂમાલ અને સાબુનું વિતરણ કરી રૂમાલનો કેમ ઉપયોગ કરવો અને હેન્ડ વોસની સાચી પદ્ધતિની સમજણ આપેલ હતી. આ સાથે લોકોની ઇમ્યુનિટી વધે તેમજ ફલૂથી રક્ષણ મળે તે માટે લોકોમાં અને બાળકોમાં હોમિયોપેથીક દવાનું વિતરણ કરેલ અને આ દવા માટે ઘનશ્યામગઢના હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડો. એન.સી. સોલંકીએ સહયોગ આપેલ હતો. આ કાર્યમાં યંગ ઇન્ડીયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની સાથે દિલીપ દલસાનીયા , જગદીશ રાઠોડ, રમેશ કરોત્રા, જયેશ ભરવાડ, શૈલેષ રબારી, જીતુ રબારી, સંજય રબારી તેમજ જયરાજ પટેલે જહેમત ઉઠાવી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયસરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/