મોરબી: મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવતી હોય છે ત્યારે આજરોજ ધૂળેટી પર્વને પણ જરૂરિયાતમંદ બાળકો સાથે ઉજવવામાં આવ્યો હતો. આજરોજ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેરના વંચિત બાળકોને કલર અને પિચકારીની સાથે ખજૂર અને મીઠાઈ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે ડીજેના સથવારે રંગોત્સવ કાર્યક્રમની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી.