મોરબી : જીલ્લા કક્ષાએ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલમાં વિજેતા ટીમ 'નવયુગ વિદ્યા સંકુલ વિરપુર મોરબી' એ રાજ્યકક્ષાએ ભરાડ વિશ્વ વિદ્યાલય - ત્રંબા ખાતે ભાગ લેતાં સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા અર્થે નાટક ભજવ્યું હતું. તેમાં પ્રિન્સ પટેલ એટલે કે 'સુરમાં ભોપાલી'ના પાત્રને 'બેસ્ટ એક્ટર' જાહેર કર્યા હતાં. જે બદલ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી - ગાંધીનગર દ્વારા માન્ય 'આર્ય ભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર - મોરબી દ્વારા 'શ્રી નવયુગ વિદ્યા સંકુલ વિરપુર મોરબી' તથા શિક્ષક તૂષારભાઈ પૈજા તથા પ્રિંસ પટેલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવ્યા છે.