મોરબીઃ ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના નમસ્કાર ગુજરાત દૈનિકના આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે AGCMA-2022 દ્વારા તાજેતરમાં પાટીદાર રત્ન એવોર્ડનું આયોજન કરાયું હતું. જેમાં મોરબીના સાહિત્યકાર પ્રાણજીવન એમ. કાલરીયાને પાટીદાર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વનસ્પતિ બીજ બેંક તથા વનવગડાની વનસ્પતિઓ નામના પુસ્તકો બદલ પ્રાણજીવન કાલરીયાને પાટીદાર રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. સમસ્ત પાટીદાર સમાજના ગુજરાતમાંથી ૧૫૧ જેટલા પ્રતિભાવાન પાટીદારોને રમત, શિક્ષણ, ઉદ્યોગ, ફિલ્મ, લોકસેવા, લેખન, પર્યાવરણ વગેરે ક્ષેત્રે પસંદ કરી તારીખ ૨૧/૫/૨૨ ના રોજ અમદાવાદના હાથીજણ સ્થિત સ્વામીનારાયણ વિદ્યાધામ ખાતે પાટીદાર રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જેમાં મોરબીનું ગૌરવ એવા સાહિત્યકાર પ્રાણજીવન કાલરીયાને પણ આ પાટીદાર રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે.