મોરબી : આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે અનેક ગામો સમરસ બની રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાનું વાંકડા ગામ સમરસ જાહેર કરવામાં આવ્યું છે. વાંકડા ગામના તમામ આગેવાનો અને વડીલોના સહકારથી વાંકડા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. જેમાં સરપંચ તરીકે ડાયાભાઈ અવચરભાઈ ઘોડાસરા તેમજ સભ્યો તરીકે ચંદ્રિકાબેન ઘનશ્યામ રજોડિયા, અનિલભાઈ ઈશ્વરભાઈ ઝાલરિયા, વશરામભાઇ મઘાભાઈ સોલંકી, કૈલાશબેન ચુનીલાલ પાડલીયા, કિશોરભાઈ પ્રેમજીભાઈ દેસાઈ, ગણેશભાઈ નારણભાઇ વડગાસીયા, શારદાબેન ગોકરભાઈ દેકાવાડિયા, ગીતાબેન ભુપતભાઇ રાતડીયાની વરણી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..