મોરબી : મોરબીના મહેન્દ્રનગરમા ધર્મમંગલ-2માં રહેતા હાર્દિકભાઈ કરશનભાઈ વિડજાના પત્ની ચેતનાબેનના કુખેથી આજે બે જોડિયા દીકરીઓનો જન્મ થતા વિડજા પરિવારમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. પરિવારના તમામ સભ્યોએ લક્ષ્મી સ્વરૂપ બન્ને દીકરીઓના આગમનને વધાવીને ઘરમાં અનેરી સજાવટ કરી હતી અને બન્ને દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી સમગ્ર સમાજનું નામ રોશન કરે તેવા શુભાશિષ પાઠવ્યા હતા.