જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત મોરબી : કોવિડને ધ્યાને લઈને વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા છે. તેથી સ્કૂલોમાં એડમિશન માટે વિદ્યાર્થીઓનો ઘસારો થયો છે. પરંતુ મોરબીની વીસી હાઈસ્કૂલમાં આઠ રૂમો ઇવીએમ મશીનો માટે રોકાયેલા હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આ રૂમો ખાલી કરી ઇવીએમ મશીનોને અન્યત્ર ખસેડવાની માંગ સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયા દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ સ્વનિર્ભર શાળામાંથી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ વધારો થયો છે અને હાલમાં કોવિડ-૧૯ના કારણે માસ પ્રમોશનના કારણોથી પણ હાલમાં સરકારી શાળાઓમાં અભ્યાસ માટે ધ્યાન કેન્દ્રીત થયેલ છે. સરકારી શાળા તરફ લોકોનો ઘસારો જોતા આનંદની લાગણી થાય છે ઉકત બાબતે ચાલુ વર્ષમાં વીસી ટેકનીકલ હાઇસ્કુલમાં પ્રવેશ મેળવવા માટે ઘણા વિદ્યાર્થીઓએ અરજીઓ કરેલ છે અને હાલમાં વી.સી. ટેકનીકલ હાઇસ્કુલ પ્રવેશ કુલ થઈ જવો પામેલ છે. કોવિડ-૧૯ના કારણોથી સોશ્યલ ડીસ્ટન્સ પણ જાળવવુ પડે છે. સબબ વી.સી. ટેકનીકલ હાઇસ્કુલના આઠ રૂમો ઇ.વી.એમ. મશીન મરીન માટે રોકાયેલા છે. જો આ રૂમોને ખાલી અન્ય સ્થળે ફેરબદલી કરવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ ભવિષ્ય ન બગડે અને ધી વી.ટેકનીકલ હાઇસ્કુલ એડમીશન આપી શકાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગે ઉઠાવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..