મોરબી :મોરબીમાં આજે બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતા એક શિક્ષકે રક્તદાન કરી દિકરીના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. મોરબી સંસ્કાર બ્લડ બેંક ખાતે આજરોજ બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી સેવાભાવી સંસ્થા યુવા આર્મીના સભ્ય પિયુષભાઇએ 'એ' ગ્રુપના સભ્ય એવા કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક- જુના જાંબુડીયા પ્રાથમિક શાળા-મોરબી)ને જાણ કરતા કુશભાઈએ તુરત જ સંસ્કાર બ્લડ બેંક ખાતે પહોંચી જઈને રક્તદાન કર્યું હતું. કુશભાઈ નિયમિત રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે.જેઓએ આજે સતત 25મી વાર રક્તદાન કરી માનવતા દાખવી હતી.