મોરબી : મોરબીના બ્રાહ્મણ સમાજનું ગૌરવ યુવતી વિશ્વા ત્રિપાઠીની ડાન્સ અને ફેશન ક્ષેત્રે પ્રતિભા ઝળકી ઉઠી છે. મોરબીના માધાપરના રહેવાસી બ્રાહ્મણ પરિવારના મધ્યમ પરિવારના રમેશભાઈ રઘુનાથપ્રસાદ ત્રિપાઠી અને સીમાબેન રમેશભાઈ ત્રિપાઠીના પુત્રી અને હીવાંશના બહેન વિશ્વા રમેશભાઈ ત્રિપાઠી એ ડાન્સ હરીફાઈમાં અનેક શિલ્ડ મેળવેલ છે. તેમણે ગત તા. 28 ફેબ્રુઆરી, 2021ના રોજ જામનગરમાં સનરાઈઝ યૂથ મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ફેશન ફેન્સી કોમ્પિટિશન પ્રી-ફિનાલેમાં મિસ ગુજરાત બની તેમજ ગોવામાં યોજાયેલ ફેશન ફેન્સી કોમ્પિટિશનના ફિનાલેમાં મિસ ઇન્ડિયા રનર અપ બની ગુજરાત તેમજ મોરબીનું નામ રોશન કરેલ છે. જામનગર ખાતે પ્રી ફિનાલેમાં 28 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. જેમાં તેણી મિસ ગુજરાત બની. ત્યારબાદ ગોવામાં 25 પ્રતિસ્પર્ધીઓમાંથી મિસ ઈન્ડિયા રનર અપનું સ્થાન મેળવેલ છે. ઉલ્લેખનીય છે કે તેઓનો હાલ બી.એસ.સી. ફર્સ્ટ યર અભ્યાસ ચાલુ છે તેમજ ગુજકેટની પરીક્ષામાં 94 ટકા મેળવેલ છે. અને મેડીકલ નીટની પરીક્ષા આપેલ છે, તેનું રિઝલ્ટ જાહેર થવાનું બાકી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..