નડિયાદમાં યોજાયેલ અન્ડર 14 વય જૂથમાં રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં મેળવ્યો સિલ્વર મેડલ મોરબી : તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની કુસ્તી વય જૂથ 14 માં મોરબીના વિદ્યાર્થીએ સિલ્વર મેડલ જીતીને શાળા તેમજ મોરબી જિલ્લાનું નામ રિશન કર્યું છે મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા અનુજ પટેલે તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની 14 વય જૂથની કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવીને મોરબી જિલ્લા અને શાળાનું નામ રોશન કરેલ છે આ સિદ્ધિ બદલ આ વિશેષ અવસરે શાળાના આચાર્ય શ્રી મિલિંદ કાલુસ્કરે ઇન્ચાર્જ જિલ્લા રમતગમત અધિકારી હિરલ વ્યાસે અનુજ પટેલ, તેમના પરિવારને શુભેચ્છા પાઠવી હતી