ગત તા. 31ના રોજ એસિડ પીધા બાદ 22 દિવસ પછી સગીરાનું મૃત્યુ મોરબી : મોરબીના રણછોડનગર-1માં રહેતી અને ધો. 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય કૃપાલી ભુપેન્દ્રભાઈ ચાવડાએ ઓનલાઈન અભ્યાસમાં સરખી સમજ પડતી ન હોવાથી આગામી પરિક્ષામાં માર્કસ ઓછા આવશે, એવા ડરે એસિડ પીને આપઘાત કર્યાની ઘટના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ બનાવની મળતી માહિતી મુજબ મૃતક કૃપાલી ધો. 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેમના પિતા મહેન્દ્રભાઈ પોર્ટમાં નોકરી કરે છે. કૃપાલીએ ગત તા. 31ના રોજ ઘરે મોરબીમાં ઘરે એસિડ પી લેતા પ્રથમ મોરબી અને બાદમાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. સારવાર બાદ સારું થતાં તેને ડિસ્ચાર્જ કરી દેવાઈ હતી. ફરી તબીયત લથડતા રાજકોટ લવાઈ હતી અને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી હતી. જો કે પંદર દિવસ બાદ ફરી બતાવવા આવવાનું હોવાથી તે રાજકોટ-મોરબી રોડ પર રહેતા માસાને ત્યાં રોકાઈ ગઈ હતી. પરંતુ ગત રાત્રે બેશુધ્ધ બની જતાં સારવારમાં લવાતા તબીબે તેને મૃત જાહેર કરી હતી. કૃપાલીને ઓનલાઈન અભ્યાસમાં સમજ ઓછી પડતી હતી. જેથી હવે પરિક્ષામાં ટકા ઓછા આવશે તેવા ડરે અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.