મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે અનેક લોકોએ સેવાયજ્ઞ આદર્યો છે. ત્યારે મોરબીના સેવાભાવી યુવાન દ્વારા મોરબીના તમામ કોરોના સેન્ટરોમાં પાણીની બોટલોનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. મોરબીના જય અંબે સેવા ગ્રુપના મેમ્બર અને સેવાભાવી યુવાન ગોવિંદ ઘોડાસરા દ્વારા તેના જન્મદિવસ નિમિત્તે મોરબીમાં ચાલતા 10 જેટલા કોરોના કેર સેન્ટરમાં કુલ 500 કાર્ટૂન જેટલી પાણીની બોટલો આપવામાં આવી છે. આમ, ગોવિંદભાઈ દ્વારા તેના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે.