પ્રીકોશન ડોઝ માટે મહત્તમ રૂ. 386 કિંમત નિર્ધારિત કરાઈ : બીજો ડોઝના 9 મહીના બાદ અથવા 39 અઠવાડીયા બાદ ત્રીજો ડોઝ લઇ શકાશે મોરબી : મોરબી જીલ્લામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં 18 વર્ષ થી 59 વર્ષના નાગરિકોને કોરોના વેક્સીન (કોવિશિલ્ડ)નો પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવાની શરુઆત થઈ ચુકી છે.પ્રાઇવેટ સંસ્થા કે હોસ્પીટલ ખાતેથી મહત્તમ રૂ. 386/- ચુકવીને ડોઝ મેળવવા માટે જાહેરાત કરવામાં આવેલ છે.18 વર્ષ થી 59 વર્ષના નાગરિકોએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હોય તે તારીખ થી 9 મહીના બાદ અથવા 39 અઠવાડીયા બાદ પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) લેવા માટે પાત્ર થશે.પ્રથમ અને બીજો ડોઝ જે વેક્સીનનો લીધો હોય તે જ વેક્સીનનો પ્રિકોશન ડોઝ લઈ શકશે. કોવીડ – 19 સામે રક્ષણના ભાગરુપે કોરોનાથી બચવા માટે કોરોના વેક્સીન અગત્યનો ભાગ છે. સરકાર દ્વારા 18 વર્ષ થી 59 વર્ષના નાગરિકો કોરોના વેક્સીનનો પ્રીકોશન ડોઝ ( ત્રીજો ડોઝ ) પ્રાઇવેટ સંસ્થા કે હોસ્પીટલ ખાતેથી મહત્તમ રૂ. 386/- ચુકવીને ડોઝ મેળવવા માટે જાહેરાત કરવામાં આવેલ છે. જે અંતર્ગત કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા આર.સી.એચ.અધિકારી તથા આરોગ્ય શાખા દ્વારા મોરબી જીલ્લાના IMA ડોક્ટર્સ,પ્રાઇવેટ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો સાથે મીટિંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ પ્રાઇવેટ હોસ્પીટલ ખાતે ગત તા.1 થી 18 વર્ષ થી 59 વર્ષની વયના નાગરિકો ને કોરોના વેક્સીનનો પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવાની શરુઆત થઇ ચુકી છે. મોરબી જીલ્લાના 18 વર્ષ થી 59 વર્ષના નાગરિકોને પ્રિકોશન ડોઝ લેવા માટે અન્ય જીલ્લામાં ન જવુ પડે તે માટે મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં નક્ષત્ર હોસ્પિટલ,ક્રિષ્ના હોસ્પિટલ, વેદાંત હોસ્પીટલ, સદભાવના હોસ્પીટલ તથા હળવદ તાલુકામાં શ્રીજી હોસ્પીટલ દ્વારા તા.1 થી કોરોના વેક્સીન - કોવીશિલ્ડનો પ્રિકોશન ડોઝ આપવાની શરુઆત કરવામાં આવેલ છે.18 વર્ષ થી 59 વર્ષના નાગરિકોએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હોય તે તારીખથી 9 મહીના બાદ અથવા 39 અઠવાડીયા બાદ પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ ) લેવા માટે પાત્ર થશે.પ્રથમ અને બીજો ડોઝ જે વેક્સીનનો લીધો હોય તે જ વેક્સીનનો પ્રિકોશન ડોઝ લઈ શકશે. પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા 18 વર્ષ થી 59 વર્ષ ના નાગરિકો એ કોરોના વેક્સીન (કોવિશિલ્ડ) માટે મહત્તમ રૂ. 386/- ( રૂ. 236 પ્રતિ ડોઝ + રૂ. 150 પ્રતિ ડોઝ હોસ્પિટલ સર્વિસ ચાર્જ ચૂકવવાના રહેશે.પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા 18 વર્ષ થી 59 વર્ષના નાગરિકો કોરોના વેક્સીનનો પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ) cowin પોર્ટલ પરથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને અથવા રસીકરણ સ્થળ પર ઓનસાઇટ રજીસ્ટ્રેશન દ્વારા એમ કોઇ પણ રીતે મેળવી શકશે. આથી, મોરબી જીલ્લાના કોરોના વેક્સીનના પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા 18 વર્ષ થી 59 વર્ષના તમામ નાગરિકોને કોરોના વેક્સીનનો પ્રિકોશન ડોઝ ( ત્રીજો ડોઝ ) પ્રાઇવેટ હોસ્પીટલ ખાતેથી લેવા માટે અને કોરોના સામેની જંગમાં સુરક્ષિત થવા માટે હીરાભાઇ ટમારિયા,ચેરમેન આરોગ્ય સમિતિ, જીલ્લા પંચાયત – મોરબી તથા ડો.જે.એમ.કતિરા – મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મોરબી તેમજ ડૉ. વિપુલ કારોલીયા – જીલ્લા આર.સી. એચ. અધિકારી જીલ્લા પંચાયત મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.