ગઈકાલે રેપીડ ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા બાદ આજે ફરીથી બે વખત આરટીપીસીઆર ટેસ્ટ કરાતા બન્ને વખત રિપોર્ટ નેગેટિવ આવ્યો મોરબી : મોરબીમાં મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં થયેલ હત્યા પ્રકરણમાં પોલીસે ઝડપી લીધેલ આરોપીનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જો કે ગઈકાલે આરોપીનો રેપીડ ટેસ્ટમાં પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ આજે ફરીથી બે વખત આરટીપીસીઆર ટેસ્ટ કરાતા બન્ને વખત રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આથી આ આરોપીની વિધિવત ધરપકડ કરાઈ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમાં ગુલાબભાઈ વેલજીભાઈ શેખવા નામના યુવાનની હત્યાના બનાવમાં આરોપી ચુનીલાલ વધોરા, કાંતાબેન ચુનીલાલ વધોરા, સુરેશ ચુનીલાલ વધોરા, રાકેશ ચુનીલાલ વધોરા, મોહન રવજી વધોરા, હસુ મોહન વધોરા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી સુરેશ ચુનીલાલ વધોરાને ગઈકાલે ઝડપી લઈ કોરોના રિપોર્ટ કરાવતા સુરેશ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે આ આરોપીનો ગઈકાલે રેપીડ ટેસ્ટમાં પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ આજે ફરીથી બે વખત આરટીપીસીઆર ટેસ્ટ અને એક વખત રેપીડ ટેસ્ટ કરતા ત્રણેય રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જો કે ગઈકાલની રેપીડ ટેસ્ટ કિટમાં કોઈ ખામીને લીધે રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આથી હાલ આ આરોપીની ધરપકડ તેમજ બાકીના પકડાયેલા આરોપીઓને જેલહવાલે કરાયા છે.