કુતરાના આંતકથી સ્થાનિકોમાં ભારે ગભરાહટ મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શક્તિ પ્લોટ -2 માં હડકાયા કૂતરાએ આંતક મચાવ્યો છે. આ હડકાયા કૂતરાએ છેલ્લા એક અઠવાડિયામાં 7 થી 8 લોકોને કરડયું હોવાનું જાણવા મળ્યું છે. કુતરાના આંતકને પગલે સ્થાનિકોમાં ભારે ગભરાહટ ફેલાયો છે. આ બાબતે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શક્તિ પ્લોટ શેરી નંબર 2માં છેલ્લા એક અઠવાડિયાથી હડકાયા કૂતરાનો ત્રાસ હોવાની સ્થાનિકોમાંથી રાવ ઉઠી છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તેમની શેરીમાં છેલ્લા એક સપ્તાહથી એક હડકાયા શ્વાને આંતક મચાવ્યો છે અને આ વિસ્તારમાં રહેતા સાતથી આઠ લોકોને કૂતરું કરડયું છે.જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે તેમની શેરીમાં આ કુતરાનો ત્રાસ એટલો છે કે લોકોએ તે શેરીમાંથી નીકળતા ડરે છે અને બીજી શેરીમાંથી કામ સબબ નીકળે છે.હડકાયા કુતરાના આંતકથી સ્થાનિકોમાં ભારે ભયભીત બન્યા છે આથી આ મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે. જોકે નગરપાલિકા પાસે કૂતરાઓને પડકવામાં માટે ખાસ સાધનો કે ટિમ જ નથી.તેથી કુતરાઓનો ત્રાસ વધ્યો છે.