ક્ષત્રિય બહુમતી ધરાવતા ગામમાં મહિલાઓને મોભાદાર સ્થાન : પંચાયત બોડીમાં તમામ મહિલાઓને જ સતાની ડોર સોંપાઈ પાંચ વર્ષમાં ગામમાં એક પણ પોલીસ કેસ નોંધાયો નથી ! રોટેશન વગર પણ મહિલાઓને સતાનું સુકાન મોરબી : આજના હાઈટેક યુગમાં દરેક ક્ષેત્રમાં પુરુષો કરતા મહિલાઓ વધુ ચડિયાતી સાબિત થઈ છે. એમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સતાનું સુકાન સોપાઈ તો જે તે ગામનો સર્વાંગી વિકાસ થાય છે.આ વાતને કેન્દ્રમાં રાખી મોરબીના નાના એવા પીલુડી(વાઘપર) ગામમાં સતત બીજી ટર્મમાં પણ માત્ર મહિલાઓને જ ગ્રામ પંચાયતની શાસનઘુરા સોપાઈ છે. આ ગામ બીજી ટર્મમાં સમરસ થવાની સાથે જ માત્ર મહિલાઓને સતા આપવાની બાબતમાં આદર્શવાદી પુરવાર થયું છે.મજાની વાત્ત તો એ છે કે, 1963થી સતત સમરસ બનતા આ નાના એવા આદર્શ ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં એકપણ પોલીસ કેસ પણ નોંધાયો નથી. મોરબીથી 27 કિમિ દૂર આવેલ અને માળીયા તાલુકાની નજીક તેમજ મોરબીનું છેવાડાનું કહી શકાય એવું પીલુડી(વાઘપર) ગામે સ્ત્રી સશક્તિકરણની દિશામાં ઉમદા મિશાલ કાયમ કરી છે. ગામની વસ્તી માત્ર 500 ની જ છે. ક્ષત્રિય બહુમતી ધરાવતા આ ગામમાં ગામ લોકોની વિચારધારા ક્યારેક જડવાદી કે સંકુચિત બની નથી. હમેશા ગ્રામજનો ગામના સર્વાંગી વિકાસ માટે નાત જાત અને સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવને ભૂકીને ગામના હીતમાં નિર્ણય લે છે. સૌથી વધુ નોંધનીય બાબત એ છે કે દેશમાં જ્યારથી પંચાયતી રાજ અમલમાં આવ્યું એટલે કે વર્ષ 1963થી આજની તારીખે આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જ થઈ નથી. આથી આગેવાનો અને ગ્રામજનોના પ્રયાસથી વર્ષ 1963થી પીલુડી(વાઘપર) ગ્રામ પંચાયત સમરસ થતી આવે છે. આથી સરકારની યોજના મુજબ સતત પાંચ વખત સમરસ થતા આ ગામને રૂ.11 લાખની ગ્રાન્ટ મળશે. ગામમાં મહિલા અનામત ન હોવા છતાં ગ્રામજનોએ મહિલાઓને પ્રમોટ કરી સતત બીજી ટર્મમાં આ ગ્રામ પંચાયત મહિલા સમરસ જાહેર કરી ગામના સરપંચ પદે અને સભ્યો તરીકે આખી બોડીને મહિલાઓને હવાલે કરી દીધી છે. આ છે ગામના નવા મહિલા સુકાનીઓ સરપંચ તરીકે 68 વર્ષ ના ઇન્દ્રાબા વેલુંભા જાડેજા, સભ્ય તરીકે રેખાબેન ગોપાલભાઈ સિરોહીયા, પાલુબેન દલાભાઈ પરમાર, પ્રકાશબા ગિરિરાજસિંહ જાડેજા, મીનાબા અરવિંદસિંહ જાડેજા, મીનાબા ઉપેન્દ્રસિંહ જાડેજા, જયશ્રીબા બાપાલાલ જાડેજા, મીતાબા શક્તિસિંહ જાડેજા, હંસાબા મોહનસિંહ જાડેજા ગામની તમામ મહિલાઓ કુશળ ગામમાં સ્ત્રી અને પુરૂષોની સરખી જ છે અને ગામની મહિલાઓ તોરણ, શિવણ, ગુથણ, જેવા ગૃહ ઉધોગ સાથે સંકળાયેલી છે. અને મહિલા સંચાલિત ગામમાં દૂધની ડેરી પણ છે. વસ્તી કરતા પશુ-પક્ષીઓ તેંમજ વૃક્ષોની સંખ્યા ડબલ ગામમાં પ્રકૃતિનું વધુ જતન કરતું હોવાથી ગામની વસ્તી કરતા ડબલ 1 હજાર વૃક્ષો અને 1 હજાર પશુ પક્ષીઓ છે. જેમાં સૌથી વધુ મોર પક્ષીનો સમાવેશ થાય છે ગામમાં મોર પક્ષીઓની સંખ્યા 200 થી વધુ છે અને વૃક્ષોથી ગામ હર્યુંભર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ પોલીસ કેસ થયો નથી ગામમાં એટલો સંપ અને સહકાર છે કે છેલ્લા પાંચ વર્ષમાં પોલીસે ગામમાં પગ જ મુક્યો નથી. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ પોલીસ કેસ થયો નથી. એટલે આ ગામ ખરેખર આદર્શવાદી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..