ચાર વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીના ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું મોરબી : તાજેતરમાં આવેલ M.Comનાં પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની એકી સાથે વિધાર્થીનીઓ ટોપ 10માં નંબર મેળવી કોલેજની યશકલગીનું પીંછું રંગીન કર્યું હતું.આ બદલ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તાજેતરમાં જ મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની એ B.Com Sem-3નાં પરિણામમાં સમગ્ર યુનીવર્સીટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.ત્યારે પી.જી.પટેલ કોલેજની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે.જેમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા જાહેર થયેલ M.Com Sem-1નાં પરિણામમાં પી.જી.પટેલ કોલેજની એક કે બે નહિ પરંતુ એક સાથે ચાર-ચાર વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીના ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં ચોથા ક્રમે ભાલોડીયા ખુશી લવજીભાઈ,સાતમાં ક્રમે બારા પાયલ હિતેષભાઈ,નવમા ક્રમે ધોરીયાણી ક્રિષ્ના ચંદુલાલ,દસમાં ક્રમે વીંછી કિંજલ સંજયભાઈ રહ્યા હતા. તેમજ M.Com Sem-૩માં પણ કોલેજની વિધાર્થીનીએ નંબર મેળવેલ હતો.જેમાં થડોદા ભાવિશા હસુભાઈએ સમગ્ર સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વધુમાં M.Com Sem-1ની અન્ય બે વિધાર્થીનીઓ કોટેચા દ્રષ્ટિ શૈલેશભાઈ તથા ધોરિયાણી ક્રિષ્ના ચંદુલાલએ કોમર્સ વિદ્યાશાખાનાં એકાઉન્ટ જેવા મુખ્ય વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરીને અતુલ્ય સફળતા પ્રાપ્ત કરી હતી. ઉપરોક્ત તમામ વિદ્યાર્થીનીઓએ સંસ્થા, પરિવાર અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે એક સાથે પાંચ વિધાર્થીનીઓ યુનિવર્સિટીના ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરે તે ઉજવલ્લે જ જોવા મળે છે.જો સચોટ અને પધ્ધતિસરનું મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવામાં આવે તો આવું ઉચ્ચ પરિણામ મેળવી શકાય તે મોરબીની પી.જી.પટેલ કોલેજે સાર્થક કરી બતાવ્યું છે. આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે તમામ વિધાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.