ડો. મનિષ સનારીયાએ કોરોના સંદર્ભે માતા અને બાળક માટે આપ્યા સલાહ સૂચનો મોરબી: હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં તાજા જન્મેલા બાળકો, નાના બાળકો અને માતા માટે કોરોના સંક્રમણથી બચાવના અને જો કોરોના સંક્રમિત થઈ ગયા હોય તો શું શું કરી શકાય એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્પર્શ બાળકોની હોસ્પીટલના ડૉ. મનિષ સનારીયાએ લોકોના મનમાં ઉઠતા વિવિધ સવાલો જેવા કે, શું કોરોના બાળકોને થઈ શકે? ચેપ ક્યાથી અને કેવી રીતે લાગે? નાના બાળકોમાં કોરોનાના ક્યા લક્ષણો જોવા મળે છે? ક્યા પ્રકારના રીપોર્ટ કરાવવા? બાળકની સારવાર કઈ રીતે કરવી? કઈ રીતે સંક્રમણથી બચાવવુ? વગેરે બાબતો અંગેની માહીતી આપી હતી. પ્રવર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય તેમજ મોરબી જીલ્લો પણ તેમાથી બાકાત રહ્યો નથી. દીન-પ્રતિદીન કોરોનાના કેસ તેમજ મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે દરેક લોકોને ઘરના વડીલોની સાથે નાના બાળકોની ચિંતા સતાવતી હોય છે. કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં નવજાત શિશુ ઉપરાંત નાના બાળકોને પણ કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ વધ્યુ છે ત્યારે માતા-પિતાને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ અંગે મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબ અને સ્પર્શ બાળકોની હોસ્પીટલના ડૉ. મનિષ સનારીયાએ જરૂરી સુચનો કર્યા છે. જે નીચે મુજબ લોકોના મનમાં ઉઠતા સવાલો જેવા કે, શું કોરોનાનુ ઈન્ફેક્શન બાળકોને થઈ શકે? -હા, પ્રથમ વેવની સરખામણીએ બીજી વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળે છે પરંતુ મોટાભાગના બાળકોમાં ગંભીર લક્ષણો જોવા મળતા નથી તેથી તેઓ સાજા થઈ જાય છે. બાળકોને ચેપ ક્યાંથી લાગી શકે? -બહારથી આવતા ઘરના વડીલો તથા શેરી ગલીઓમાં રમતા બાળકો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા ચેપગ્રસ્ત થઈ શકે. નાના બાળકોમાં કોરોનાના ક્યા પ્રકારના લક્ષણો જોવા મળે છે? - સામન્ય રીતે તાવ, શરદી-ખાંસી, ઉલ્ટી, ઝાડા, શરીર-પેટ-માથાનો દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ જો સંક્રમણ વધારે ફેલાય તો ખુબ જ અશક્તિ, ખોરાક બંધ થઈ જવો, ખુબ જ ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. ક્યા પ્રકારના રીપોર્ટથી બાળકોમાં કોરોના જાણી શકાય? -સામાન્ય રીતે નાકમાંથી સેમ્પલ લઈ રેપીડ એન્ટિજન ટેસ્ટ અથવા RTPCR ટેસ્ટ દ્વારા કોરોનાની તપાસ થઈ શકે. ઘણી વખત રેપીડ ટેસ્ટ નેગેટીવ આવે તો પણ લક્ષણો જણાતા RTPCR ટેસ્ટ કરાવવો હીતાવહ છે. મોટા ભાગના બાળકોમાં સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે; તેથી બ્લડ ટેસ્ટની કોઈ આવશ્યકતા રહેતી નથી પરંતુ ગંભીર લક્ષણો ધરાવતા બાળકો માટે ડોક્ટરની સલાહ મુજબ CBC, CRP, SGPT, LFT, D-dimer, S.Ferritine સહીતના ટેસ્ટ કરાવવામાં આવે છે. બાળકોનો કોરોના ટેસ્ટ ક્યારે કરાવવો? -ઘર મા કોઈ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવે , ઘરના કોઈ સભ્ય કે બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો પરિવારના દરેક સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવો હીતાવહ છે જેથી સંક્રમણને આગળ વધતુ અટકાવી શકાય. બાળકોના RTPCR ટેસ્ટમાં ct વેલ્યુ ઓછી હોય તો તે ગંભીર બાબત છે? -ના, બાળકોના ટેસ્ટમાં ct વેલ્યુ મહત્વની નથી. તેના પરથી ગંભીરતાનો અંદાજ ન લગાવી શકાય. શુ બાળકોમાં છાતીનો સીટી સ્કેન કરાવવો જરૂરી છે? -ના, મોટાભાગ બાળકોમાં ફેફસામાં ચેપ ઝડપથી ફેલાતો નથી તેથી તેવા બાળકોનો સીટી સ્કેન કરાવવો જરૂરી નથી પરંતુ અમુક કેસમાં બાળકોમાં ગંભીર લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહથી સીટી સ્કેન કરાવવામાં આવે છે. બાળકોને કોરોના થાય તો કઈ સારવાર આપવામાં આવે છે? -મોટાભાગના બાળકોમાં કોરોનાના સામાન્ય લક્ષણો જ જોવા મળતા હોય છે જેથી તેમને માત્ર તાવ, ખાંસી તેમજ સામાન્ય એન્ટી બાયોટીક જેવી દવાઓ આપવાથી સાજા થઈ જતા હોય છે. પરંતુ ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને લક્ષણો પ્રમાણે દવા આપવામાં આવે છે. કોરોનાગ્રસ્ત બાળકની ઘરે કઈ રીતે સારવાર કરવી? -ડોક્ટરની સલાહ મુજબ દવા આપવી, ખુબ પાણી પીવડાવવુ, ઘરે બનાવેલો તાજો સંતુલીત આહાર આપવો, હુંફાળુ પાણી આપવુ, શક્ય હોય તો સવાર-સાંજ વરાળનો નાસ આપવો. બાળક સંક્રમિત થાય તો તેને ૧૪ દીવસ આઈસોલેટ કઈ રીતે કરવુ? તે એકલુ કઈ રીતે રહી શકે? -સામાન્ય રીતે ઘરના વ્યક્તિ સંક્રમિત થાય તો જ બાળક સંક્રમિત થાય છે તેથી બાળકને એકલુ ન રાખવુ. માતા-પિતા સાથે જ રાખવુ પરંતુ જે લોકો સંક્રમિત ન હોય તેમણે માસ્ક પહેરવુ, સેનિટાઈઝર સહીતની તકેદારી રાખવી. ઘરના વડીલો તથા બિમારી ધરાવતા લોકોથી સંક્રમિત બાળકને દુર રાખવુ. ઘરમાં બધા કોરોના પોઝીટીવ છે, માત્ર બાળક જ નેગેટીવ છે, તેને બીજાના ઘરે મોકલી દઈએ? -ના, બાળકમાં શંકાસ્પદ લક્ષણો ન હોય તો પણ તે પોઝીટીવ થવાની શક્યતાઓ રહેલી છે માટે તેને બીજાના ઘરે મોકલીએ તો તે લોકોને પણ ચેપ લાગવાની શક્યતા રહેલી છે. કોરોના પોઝીટીવ માતા નવજાત શિશુને સ્તનપાન કરાવી શકે? -મોટાભાગે ડીલીવરી સમયે કોરોના પોઝીટીવ માતાનું બાળક પોઝીટીવ થઈ જ ગયેલ હોય છે. ગંભીર લક્ષણો ન જણાય તો રીપોર્ટની જરૂર રહેતી નથી. માતા માસ્ક પહેરીને બાળકને સ્તનપાન કરાવી શકે. નાના બાળકોને કોરોનાથી બચાવવા શુ કરવુ? -ઘરની દરેક બહાર જતી વ્યક્તિઓએ માસ્ક પહેરવુ, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરવુ, હેન્ડ સેનિટાઈઝેશન કરવુ, બહારથી આવીને સ્નાન કરી લેવુ, કપડા બદલીને જ બાળકની નજીક જવુ. ઘરમાં કોઈને પણ શંકાસ્પદ લક્ષણો જણાય તો સેલ્ફ આઈસોલેટ થવુ તેમજ તુરંત જ ટેસ્ટ કરાવી લેવો. બાળકના કુમળા મનને કોરોનાની માનસિક અસરથી બચાવવા શુ કરવુ? -બાળકની સામે કોરોના વિશે બહુ વાતો ન કરવી, કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓ વિશે વાતો ન કરવી, બાળકને સર્જનાત્મક પ્રવૃતિઓ તરફ વાળવુ, શાળા તરફથી આપવામાં આવતુ અભ્યાસકાર્ય કરાવવુ, બાળકના મિત્ર બની તેની સાથે સમય પસાર કરવો, બાળક પ્રફુલ્લિત રહે તેવુ વાતાવરણ સર્જવુ, ઘરમાં કોઈ હોમ આઈસોલેટ હોય તો બાળકને તેના વિશે યોગ્ય રીતે સમજાવવુ જેથી તેના મન પર નબળી અસર ન પડે. સ્તનપાન કરાવતી માતાને કોરોના પોઝીટીવ આવે તો બાળકને સ્તનપાન કરાવી શકાય? -સામાન્ય રીતે ૧.૫ વર્ષ સુધી બાળક સ્તનપાન કરતુ હોય છે, ત્યારે સ્તનપાન કરાવતી માતાનો કોરોના પોઝીટીવ આવે તો તે સ્તનપાન કરાવી શકે પરંતુ તેણીએ સ્તનપાન કરાવતી વખતે ડબલ માસ્ક પહેરવુ, વારંવાર...