મોરબી પેપર મિલ એસોસિએશન દ્વારા કોરોના સામે તકેદારીના પગલાં રૂપે નિર્ણય કર્યો મોરબી : ગુજરાતમાં કોરોનાનો ઝડપભેર ફેલાવો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા લોકોની સલામતી માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે અને અમુક જિલ્લા લોકડાઉન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા તા.31 સુધી ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ કરવામાં આવી છે. આથી મોરબી પેપર મિલ એસોસિએશન દ્વારા આવતીકાલ તા.24થી તા.31 સુધી પેપર મિલ ઉધોગ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે . પેપર મિલ ઉધોગમાં 31 માર્ચ સુધી ઉત્પાદન, લોડીગ અનલોડીગ ઓફીસ વર્ક સહિત સંપૂર્ણપણે બંધ રહેશે. આ પેપર મિલ ઉધોગમાં કામ કરનાર મજૂરો સહિતના અન્ય લોકોએ બંધ દરમિયાન બહાર નીકળવું નહિ તેમજ આ લોકો માટે કંપનીને કેન્ટીગમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક રાખવાની ઉધોગકારોને સૂચના આપી છે તેમજ પેપર મિલ ઉધોગમ રહેતા કોઈપણ સ્ટાફને હેલ્થની તકલીફ પડે તો તુરત જ તેની માલિકને જાણ કરવી તેમ મોરબી પેપર મિલ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ ફુલતરિયાએ જણાવ્યું છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/