મોરબી જીલ્લાના નોટરીઓએ મોરબી કલેકટ૨ને આવેદન આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો મોરબી : ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલ નોટરી એમેન્ડમેન્ટ બીલનો મોરબીના નોટરીઓએ સખત વિરોધ કર્યો છે અને મોરબી જીલ્લાના નોટરીઓએ મોરબી કલેકટ૨ને આવેદન આપી ઉગ્ર વિરોધ દર્શાવી આ બીલ પરત ખેંચવાની માંગ કરી છે. તાજેતરમા ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલ સુચીત નોટરી એમેન્ડમેન્ટ બીલનો વિરોધ નોંધાવવા માટે મો૨બી નોટરી એસોસીએશન દ્વારા નોટરીઓના અભીપ્રાયો સુચનો મંગાવવામા આવેલ છે તેમજ આ સુચીત એમેન્ડમેન્ટ બીલના વિરોધમા નોટરીઓમા ઘેરા પ્રત્યાઘાતો પડેલા હોય તે બીલનો સખત વિરોધ નોંધાવવા માટે મોરબી જીલ્લાના નોટરીઓ દ્વારા મોરબી કલેકટ૨ને આવેદન પત્ર પાઠવવામા આવેલ છે અને આ અંગે ઉચ્ચસ્તરીય લડત આપવાનુ પણ આયોજન ક૨વામા આવેલ છે. તેમ મોરબી નોટરી એસોસીએશનના પ્રમુખ ભાવેશ ડી. ફુલતરીયા તેમજ ઉપપ્રમુખ એલ.પી.ચાવડા અને કે.ડી.મુછડીયા સેક્રેટ૨ી આર.જી.ભાગીયાની એક યાદીમા જણાવવામા આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..