મોરબી : મૂળ મોરબીના હરિપર કેરાળા ગામના વતની અંદરપા પરિવારની દીકરી નિવ્યા પટેલે રાજ્યકક્ષાની રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું અને પટેલ પરિવારનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં ૫૭મી ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધા અમદાવાદ મીલેટ્રી એન્ડ રાયફલીંગ ખાનપુર ખાતે યોજાઇ હતી જેમાં ગુજરાત ભરના ૬૦૦ જેટલા શૂટર્સ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં મોરબીની શુટર્સ નિવ્યા દિપભાઇ પટેલે સ્પોર્ટ પીસ્તોલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તેઓએ ૩૦૦ પોઇન્ટ માંથી ૨૪૩પોઇન્ટ સાથે સીલ્વર મેડલ મેળવીને મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં સુરેન્દ્રનગર જીલ્લા રાયફ્લ શુટીંગ ચેમ્પીયનશિપમાં પણ નિવ્યા દિપભાઇ પટેલે ટ્રેપશુટીંગ ચેમ્પીયનશીપમાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં પણ સીલ્વર મેડલ મેળવેલ હતો.ત્યારે મોરબી જીલ્લામાં પ્રથમ મહીલા રાયફલ તથા પીસ્તોલ શુટર્સ સિધ્ધીઓ પ્રાપ્ત કરી અંદરપા પરીવારની દીકરીએ પટેલ સમાજનું નામ રોશન કરી સમાજમાં સારી નામના પ્રાપ્ત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. [contact-form][contact-field label='Name' type='name' required='true' /][contact-field label='Email' type='email' required='true' /][contact-field label='Website' type='url' /][contact-field label='Message' type='textarea' /][/contact-form]