ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું મોરબી : મોરબીના નીચી માંડલ ગામે બીમારીથી કંટાળી વૃદ્ધાએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોરબીના નીચી માંડલ લીલાવંતીબેન રામજીભાઇ દેત્રોજા ઉ.વ-૭૫ નામના વૃદ્ધાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક લીલાવંતીબેનને છેલ્લા દોઢેક વર્ષથી કમરના નીચેના ભાગે આવેલ ગાદીના ભાગે દુખાવો થતો હોય અને પગમા અવાર નવાર સોજા ચડી જતા હોય જેથી ચાલી શકતા ન હોય તેમજ બી.પી.ની બિમારી હોય જેની દવાઓ ખાય ખાયને કંટાળી જતા મનોમન લાગી આવતા પોતે પોતાની મેળે ગત તા-૩૧ના રોજ પોતાના રહેણાક મકાને ઘંઉમા નાખવાના ઝેરી ટીકડા ખાય જતા ઝેરી દવાની અસર થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું.