વાંકાનેર : ગુજરાત સરકાર આયોજિત કલા મહાકુંભ તથા બાલ પ્રતિભા ૨૦૨૧-૨૨ની મોરબી જીલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં મોરબીની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્ય ઝોન કક્ષાએ કરશે. સ્પર્ધામાં એક પાત્રીય અભિનયમાં (21-59)માં કુંડારીયા ફાલ્ગુની મોરબી જિલ્લા પ્રથમ તથા (15-20)માં કુંડારીયા વ્યોમ એકપાત્રીય અભિનયમાં મોરબી જિલ્લા પ્રથમ નંબર (6-14માં), બોપલીયા ભવ્ય દ્વિતીય નંબર મેળવ્યો હતો. સમુહગીત (15-20)માં મોરબી જિલ્લા પ્રથમ, લોકવાર્તામાં (15-20) કુંભરવાડિયા ઋષિકા મોરબી જિલ્લા પ્રથમ, ભરતનાટ્યમમાં (6થી 14)માં જેઠવા યેશા મોરબી જિલ્લા પ્રથમ, ગઝલ લેખનમાં (15-20)માં હોથી હિરલ પ્રથમ અને કાંજીયા જિલ તૃતીય, લગ્નગીત અને ઓર્ગન (6થી 14) ગૌસ્વામી વૈદિક દ્વિતીય, ઓર્ગનમાં શિક્ષક પૈજા તુષારભાઈ (21-59)માં મોરબી જિલ્લા પ્રથમ સ્થાન હાંસલ કરેલ હતું. આ રિઝલ્ટ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર એ સ્પર્ધકો અને વિજેતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.