A1 ગ્રેડ મેળવતા ત્રણ વિદ્યાર્થીઓ મોરબી : મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. છેલ્લાં પાંચ વરસથી દર વર્ષે સાયન્સનું ટોપ રીઝલ્ટ આવે છે. ત્યારે આ વર્ષે પણ નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ 89.65% પરિણામ પ્રાપ્ત કર્યું છે. સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ સાયન્સના રીઝલ્ટમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાં મહેતા ખુશી ધીરેનભાઈ, ગામી ધ્રુવી હિતેશભાઈ, કલોલા વિશ્વાસ કિશોરભાઈનો સમાવેશ થાય છે. આ ત્રણ વિદ્યાર્થીઓએ અથાક પરિશ્રમ કરી સફળતા મેળવી છે. અને સમગ્ર મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત નવયુગ સાયન્સ સ્કૂલના 37 વિદ્યાર્થીઓએ પણ 90થી વધુ પીઆર મેળવ્યા છે. ગુજકેટના રિઝલ્ટમા પણ નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે. કુલ સાત વિદ્યાર્થીઓ 100થી વધુ માર્ક મેળવીને ધમાકેદાર પરિણામ લાવ્યા છે. ગુજકેટમાં પણ નવયુગ સાયન્સ સ્કૂલના 21 વિદ્યાર્થીઓએ 90 વધુ પીઆર મેળવ્યા છે. ઝળહળતી સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.