મોરબી : મોઢ વણિક સેવા સમાજ દ્વારા તાજેતરમાં મુંબઈના ડોમ્બિવલી ખાતે મોઢ વણિક જ્ઞાતિના યુવાનો માટે ચોથા મોઢ વર્લ્ડકપ કિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, ડુંગરપુર, રાજસ્થાન, ઉના મુંબઈ સહિતની મોઢ વણિક જ્ઞાતિની કુલ દશ ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીના ક્રિકેટ ટીમના કેપ્ટન કમેલેશ મહેતા અને વાઇસ કેપ્ટન સચિન વોરાની આગેવાનીમાં 17 ખેલાડીઓ ભાગ લઈને ક્રિકેટ મેચોમાં શાનદાર દેખાવ કર્યો હતો મોરબીની ટિમનો ફાઇનલમાં ડોમ્બિવલીની ટિમ સાથે રોમાંચક મુકાબલો થયો હતો.પણ મોરબીની ટિમ રનર્સઅપ જાહેર થઈ હતી અને રૂ.25 હજારનું પુરસ્કાર મેળવ્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en