મોરબી : મોરબીમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.જેમાં એક 50 વર્ષના પુરુષને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને તુરત મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. મોરબીના મુનનગર ચોકની આજુબાજુના વાડી વિસ્તારમાં રહેતા એક 50 વર્ષના પુરુષને આજે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને તાકીદે સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને હાલ આ 50 વર્ષના પુરુષના સેમ્પલ લઈને રિપોર્ટ માટે જામનગર મોકવામાં આવ્યા છે.તેમનો આવતીકાલે રિપોર્ટ આવી જવાની શક્યતા છે.