મોરબી : મોરબીના જાણીતા કોમેડિયન અને જુનિયર રમેશ મહેતા તરીકે જાણીતા મયુર બાપાની તાજેતરમાં આર્ટિસ્ટ એસોસીએશન ઓફ ગુજરાતના પ્રદેશ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામાં આવી છે. મયુર બાપા ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપી ચુક્યા છે. તેઓ હાલ જીવનની વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ હિંમત હાર્યા વગર યુ-ટ્યુબમાં કોમેડી વીડિયો બનાવીને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. આ ઉપરાંત કોમેડી વીડિયોની સાથે હકારાત્મક જીવનશૈલીની પણ પ્રેરણા પુરી પાડી રહ્યા છે ત્યારે આવા મુઠી ઉંચેરા કલાકારની આર્ટિસ્ટ એસો.ઓફ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વરણી થતા તેમના શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..