તંત્રની હદ બહારની બેદરકારીને કારણે બે માસથી ગટર ઉભરાવવાની સમસ્યા ઠેરની ઠેર : સ્થાનિક લોકો ગટરની ગંદકીથી ત્રાહિમામ : કાલે સીએમ આવવાના હોઈ આ વિસ્તારની માથાના દુખાવા રૂપ ગટરની સમસ્યા ઉકેલાશે ખરી ? મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં તંત્રએ એટલી હદે બેદરકારી દાખવી છે કે છેલ્લા બે માસથી ગટર ઉભરાવવાની સમસ્યા ઠેરની ઠેર રહી છે.તંત્રના પાપે સ્થાનિક લોકોને બે માસથી ગટરની સમસ્યામાંથી મુક્તિ મળી છે.ત્યારે જોખમી બનેલી મહેન્દ્રપરા મેઈન રોડ પર ભૂગર્ભ ગટરની કુંડીમાં એક ગાય અડધી અંદર અને અડધી બહાર એ રીતે ફસાઈ ગઈ હતી. મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં છેલ્લા બે માસથી ગટર ઉભરવાની ભયકર સમસ્યા છે.તંત્રની બેદરકારીને કારણે મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર ભૂગર્ભ ગટરની કુડી જોખમી બની ગઈ છે.જેમાં કુડી ઉપરનું ઢાંકણ તૂટી ગયું છે જેથી ભૂગર્ભ ગટરની કુંડી જોખમી બની ગઈ છે અને ગટરની ગંદકી પણ બેસુમાર રીતે ઉભરાઈને તંત્રની અક્ષમ્ય બેદરકારીની ચાડી ખાઈ છે.અગાઉ મહેન્દ્રપરા રોડ પર આ કૂદીમાં એસ.ટી. બસ ,પોલીસની જીપ સહિતના ઘણા વાહનો ફસાયા હતા પણ તંત્રમાં જાણે શરમનો છાંટો બચ્યો ન હોય તેમ અહીં કુડીની મરમત્ત કરવાની કોઈ તસ્દી ન લેતાં નિભર તંત્રની શરમજનક બેદરકારીને કારણે તૂટેલી કૂદીમાં એક ગાય એવી રીતે ફસાઈ હતી કે આ ગાય અડધી અંદર અને અડધી બહાર એવી રીતે ફસાઈ હતી.જોકે આ ગાયને મહામુસીબતે બહાર કાઢી લેવામાં આવી હતી.ત્યારે તંત્રની નિષ્ઠા સાવ પાણીમાં ગઈ હોય તેવી સ્થિતિ સામે આવી છે જેમાં હવે પછી આ કુંડીમાં કોઈ અબોલ જીવ કે વાહનો ન ફસાઈ તે માટે તંત્ર કોઈ ઠોસ કદમ ઉઠાવશે ખરું ? તે સવાલ તંત્રની નિષ્ઠા સામે મોટો પડકાર છે.ઉલ્લેખનીય છે કે આવતીકાલે મોરબીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવવાના છે ત્યારે એકબાજુ સી. એમ.નો રૂટ ચોખ્ખો ચણાંક થઇ ગયો છે પરંતુ બીજી બાજુ અન્ય રસ્તાઓની સ્થિતિ ઠેરની ઠેર છે. રસ્તાઓ પર ખાડાઓ તથા ખુલ્લી ગટરોના કારણે વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે અને અબોલ જીવો પણ તંત્રના અણધડ વહીવટનો ભોગ બની રહ્યા છે.