મોરબી : મોરબીના નીચી માંડલ ગામે વરલી રમતા શખ્સને પોલીસે રૂ. ૨૨૬૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામે વરલીનો જુગાર રમતા મુકેશભાઈ લખમણભાઈ દેત્રોજા ઉ.વ. ૩૨ને પોલીસે રૂ. ૨૨૬૦ની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.