તાલુકા પોલીસ ટીમ દ્વારા રૂપિયા 12,430ના મુદ્દામાલ સાથે દેશી દારૂના બે ધંધાર્થીઓને દબોચ્યા મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે લીલાપર અને બગથળા ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડા પાડી બે દેશી દારૂના ધંધાર્થીઓને રૂપિયા 12,430ના મુદ્દામાલ સાથે ગિરફતમાં લીધા હતા. દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડાની પ્રથમ કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસે લીલાપર રોડ, વિલ્સન પેપરમીલની સામેથી નરેશભાઇ બીજલભાઇ ડાંગરૂચાને દેશી દારૂ ઉતારતા રંગે હાથ ઝડપી લઈ દારૂ ગાળવાના સાધનો, આથો, ગેસનો બાટલો,દેશી દારૂ સહિત કુલ રૂપિયા 2,760નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે દેશી દારૂના બીજા દરોડામાં તાલુકા પોલીસ ટીમે બગથળા ગામની સીમમાં, બગથળાથી રણુજા જવાના રસ્તેથી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી સાથે સનેસભાઇ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ સરવૈયાને નાના-મોટા પતરાના બેરલ નંગ-2 માં રહેલ ગરમ આથો લીટર-250, દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-670, દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લીટર-75, અખાદ્ય ગોળ આશરે 400 કિલોગ્રામ, તથા ભઠ્ઠી લગત સાધનો સહિત 9670ના મુદામાલ સાથે ઝડપી લઈ કોરોના ટેસ્ટ બાદ આરોપીની અટકાયત કરવા પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.