મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગકાર ગોવિંદભાઈ વરમોરા દ્વારા અમદાવાદ ખાતે હાલ ચાલી રહેલા શતાબ્દી મહોત્સવ નિમિત્તે બી.એ.પી.એસ.ના સંતની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઈ વરમોરા એ તા. ૧૯ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે આયોજિત સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવને અનુલક્ષીને બી.એ.પી.એસ. સંસ્થાના સંત ધર્મદર્શન સ્વામીની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ આધ્યાત્મિક ચર્ચા કરી હતી. ગોવિંદભાઈ વરમોરાની સાથે અગ્રણીઓ ગોવિંદભાઈ ધોળકિયા, માથુરભાઈ સવાણી, લાલજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.