મોરબી : પ મી જૂન એટલે 'વિશ્વ પર્યાવરણ દિવસ' જે અંતર્ગત લોકોને પોતાના ઘરે રહીને સ્પર્ધામાં ભાગ લેવાનું આહવાન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર(ગુજરાત સરકાર) દ્વારા માન્ય આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં કોલેજના વિદ્યાથીઁઓ તથા વાલીઓના વિભાગમાં મોરબીના ધારાશાસ્ત્રી સંજયભાઈ રાજપરા પ્રથમ અને નવયુગ મહિલા કોલેજમાં અભ્યાસ કરતી તેમની પુત્રી ચેલ્સીબેન રાજપરા એ બીજો નંબર મેળવેલ છે. તેઓએ જન્મદિવસે રોપાની ભેટ આપવા, ઘરે, સ્કૂલ-કોલેજના પટાંગણમાં અને જાહેર જગ્યામાં વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા પ્રયત્નશીલ રહેવા, પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઓછો કરવા કાપડની થેલી સાથે રાખવા, નજીકમાં જવા સાયકલનો ઉપયોગ કરવા અને હવા-પાણી, અનાજ શુદ્ધ રાખવા માટે પ્રકૃતિનું જતન કરવાના સંકલ્પો લઈ તેને અનુસરી સ્વચ્છ અને સુંદર ભારતનું નિર્માણ કરવા મોબાઇલ જગતના માનવીને આહવાન કયુઁ હતુ કે 'આ ધરા પર થોડા વૃક્ષો વાવી અપલોડ કરી ઉછેરી તો જુઓ, વાદળોનું ટોળુ જરૂર આવશે લાઈક કરવા.' આવી પ્રેરણા વીડિયોના માધ્યમથી લોકોને આપી છે.