મોરબી : રેવન્યુ બાર એસોસિયેશન, મોરબીના પ્રમુખ, સંજયભાઈ રાજપરા પરિવારએ, કોરોના થી બચવા ના ઉપાયો રંગોળી ના માધ્યમથી દર્શાવેલ જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, સાબુથી વારંવાર હાથ ધોવા, ઊગતા - આથમતાં સૂર્યનો તડકો લેવો, વિટામિન સી વાળા ફ્રુટ ખાવા, નાસ લેવો, યોગ-પ્રાણાયામ કરવા વિગેરે ની સમજ આપતી રંગોળી બનાવી હતી. અને સંજયભાઈએ અગાઉના વર્ષોમાં ભારતનો નકશો, ગુજરાતનો નકશો, ગાય બચાવો, પર્યાવરણ બચાવો, સ્વચ્છતા જાળવો, બેટી બચાવો ની થીમ ઉપર પ્રેરણાદાયી રંગોળીઓ બનાવી છે. જેની ન્યુઝ-મિડિયા એ નોંધ લીધેલ છે. અને લોકોએ પણ સરાહના કરી છે.