મોરબી : મોરબીમાં આવેલ એલ.ઇ. ડિપ્લોમા કોલેજ દ્વારા નવા કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં હળવદ રોડ પર એલ.ઇ. ડિપ્લોમા કોલેજના નવા કેમ્પસ ખાતે સંસ્થાની જીમખાના કમીટી, સંસ્થાના તમામ સ્ટાફ, તમામ વિધાર્થીઓ તેમજ આચાર્ય ડિ. બી. વાગડીયાના માર્ગદર્શન હેઠળ 2018થી દર વર્ષે 150 વૃક્ષો ઉગાડવા માટે વૃક્ષારોપણનો કાર્યકમ યૉજવામાં આવે છે. તો આ વર્ષે ગત તારીખ 13થી 20 દરમ્યાન સંસ્થા ખાતે વૃક્ષારોપણનો કાર્યકમ રાખેલ હતો. જેમાં સંસ્થા ખાતે લીમડા, પીપળા, બિલી, વડ, ઉમરા જેવા 150 વૃક્ષો વાવેલ હતા. સંસ્થાની ગાર્ડનીગ કમીટી ફકત વૃક્ષારોપણ નહી પણ તેની જાળવણી પણ નિષ્ઠાપૂર્વક કરે છે. આવનારા વર્ષોમાં સંસ્થાનું કેમ્પસ હરિયાળું તેમજ પક્ષીઓના કલરવ સાથે કુદરતી વાતાવરણની તાજગી સંસ્થાના વિધાર્થીઓને મળી રહે તે હેતુ તેમજ વિધાર્થીઓમાં પર્યાવરણને પ્રદુષણ મુકત કરવાની પ્રેરણા મળે તે માટે દર વર્ષે સંસ્થા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે. આ તમામ વૃક્ષો વનવિભાગ હસ્તકની ધરમપુર નર્સરી દ્વારા આપવામાં આવે છે. તો તેના માટે સંસ્થાએ મોરબી વનવિભાગનો યાદીમાં આભાર માનેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..