પાંચ દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં દેશ વિદેશના તજજ્ઞો સંબોધન કરશે બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીની પણ ઉપસ્થિતિ રહેશે મોરબી : ઔદ્યોગિક ક્રાંતિ પછીથી દરેક મનુષ્યના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિના ચોથા તબક્કાને તજજ્ઞો 14.0 તરીકે ઓળખે છે. મોરબીની એલ. ઈ. કોલેજના પ્રોડકશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ જ વિષય પર 14.0 એન્ડ મેન્યુફેકચરિંગ: ફેક્ટરી ઓફ ફ્યુચર પસ્પેકટીવ શીર્ષકથી પાંચ દિવસનો ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાવાનો છે. AICTE અને ATAL પ્રમાણિત આ ટ્રેનીંગ 5 જુલાયથી 9 જુલાઈ દરમ્યાન રહેશે. આ પ્રોગ્રામ માઈક્રોસોફ્ટ ટીમના ઓનલાઈન પ્લેટફોર્મ પર રહેશે. આ ટ્રેનીંગમાં દેશ વિદેશની ખ્યાતનામ યુનીવર્સીટીના અને ઇન્ડસ્ટ્રીના તજજ્ઞો સંબોધન કરશે. સાંપ્રત પ્રવાહમાં ચર્ચિત એવા 3D પ્રિન્ટીંગ, સાઈબર ફીઝીકલ સીસ્ટમ, ક્રીટીકલ ટેકનોલોજીઝ, રોબોટીકસ અને 14.0 ની સપ્લાય ચેઈન પરફોર્મન્સ જેવા વિષયો પર વિમર્શ કરશે. આજની સ્માર્ટ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી ઇન્ટર કનેકટેડ છે. ઉદ્યોગોની ઓળખ અને સફળતા તેની પ્રોડકટની ક્વોલીટી, કોસ્ટ તેમજ ડીલેવરી દ્વારા થાય છે. રેવોલ્યુશન ફોર માટે ઇન્ડસ્ટ્રી સામે અનેક પડકારો પણ છે. આ તકે એ પડકારોના સમાધાન માટે નવા વિચારો પણ સૌની સામે મુકાશે. કાર્યક્રમના ઉદ્ધાટનમાં બાલાજી વેફરના મેનેજીંગ ડાયરેક્ટર ચંદુભાઈ વિરાણી હાજર રહેશે અને માર્ગદર્શન આપશે.કોલેજના પ્રિન્સીપાલ ડૉ. સૌરભ પંડ્યાના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કોલેજના પ્રોડક્શન ડીપાર્ટમેન્ટના હેડ પ્રો. મહેન્દ્ર માલી અને ડૉ. માયા જેસવાણી કરશે.