મોરબી : રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સ્ત્રીઓના ઘટતા જન્મદરને લઈને ચિંતિત હોવાથી સ્ત્રી-પુરુષ જન્મદરમાં સમાનતા જળવાઈ રહે એ માટેના વિવિધ કાર્યક્રમો ચલાવે છે. જેમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' મુખ્ય છે. સરકારી પ્રયાસોની સાર્થક અસર પણ હવે દ્રષ્ટિમાન થઈ રહી છે. ત્યારે મોરબીના કંસારા પરિવારમાં દીકરીનો જન્મ થતા દીકરીને ધામધૂમથી ફૂલડે વધાવવામાં આવી હતી. જેના થકી સમાજમાં એક સુદ્રઢ સંદેશ ફેલાયો છે. બેટી વધાવો, દીકરી વ્હાલનો દરિયો, દીકરી મારી લાડકવાયી, દીકરી લક્ષ્મીનો અવતાર વિચારધારાને અનુમોદન આપતો એક પ્રેરણાદાયી કિસ્સો અનુસંધાને 22 સપ્ટેમ્બરને રવિવારે 'HAPPY DAUGHTERS DAY 'ના દિવસે સાર્થક થયો હતો. જેની અનોખી ઉજવણી કંસારા પરિવાર દ્વારા કરવામાં આવી હતી.'મારૂતિ રેકઝીન પોઇન્ટ' વાળા રવિભાઈ કંસારા કે જેઓ 'મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ', 'ગ્રીન આર્મી ગ્રુપ' (વૃક્ષારોપણ ગ્રુપ મોરબી), ગુજરાતી કંસારા સમૂહ લગ્ન ટ્રસ્ટ, કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થા' સાથે જોડાયેલા છે તેમના ઘરે તારીખ 20-09-2019ને શુક્રવારના રોજ સાંજે 7.45 વાગે દીકરીનો જન્મ થયો હતો. હોસ્પિટલેથી તારીખ 22ને રવિવારે બપોરે માં-દીકરીને ઘેર જવાની રજા મળી હતી. આથી હોસ્પિટલથી ઘરે પહોંચતા જ દીકરીનું ભવ્ય તેમજ જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. સુશોભન અને ફૂલની રંગોળી સાથે નવજાત દીકરીને ફૂલડે વધાવવામાં આવી હતી. ઘર-પરિવારના તમામ સભ્યોએ દીકરીને હરખભેર ફૂલડે વધાવીને સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા હોવાનો હરખ વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274