સામાપક્ષે પણ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવાઈ મોરબી : મોરબીના કાલિકાનગર ગામે બે પક્ષકારો વચ્ચે જમીનનો ઝઘડો થયો હોય એ ઝઘડામાં દરમિયાનગિરી કરનાર મોરબી તાલુકાના હેડ કોન્સ્ટેબલને પટા ઉતરાવી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસ કર્મચારીએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે તો સામાપક્ષે પણ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવાઈ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. હિતેશભાઈ મુળજીભાઈ મકવાણાએ આરોપીઓ દલાભાઈ દેવશીભાઈ સોલંકી, મનુભાઈ દેવશીભાઈ સોલંકી, મનુભાઈના દિકરો, પ્રવિણ ઉકાભાઈ સોલંકી (રહે.બધા કાલીકાનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૩ના રોજ કાલિકાનગર ગામે જમીનના ઝઘડાની માથાકૂટમાં આરોપીઓએ ફરીયાદીની કાયદેસરની ફરજમા રુકાવટ કરી ફરી. તથા સાહેદોને જાહેરમાં બીભત્સ ગાળો દઈ પટ્ટા ટોપી ઉતારી લેવાની તેમજ ફરી. તથા સાહેદો વિરુધ્ધમા ખોટા કેસ કરી એટ્રોસીટીના ગુનામા ફીટ કરી દેવાની ધમકી આપી હતી. સમાપક્ષે પ્રવિણભાઇ ઉકાભાઇ સોલંકીએ આરોપીઓ હસુભાઇ, વાસુભાઇ પટેલ (બંશી સ્ટોનવાળા), હીટાચીનો ચાલક, હીતેશભાઇ પોલીસ સહિતના પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી કે કાલીકાનગર ગામની મધી સીમમાં ફરીયાદી તથા સાહેદોને આરોપીઓએ તેની જમીનમા હીટાચીથી ખાડા ખોદતા હોય જે ખાડા નહી ખોદવા બાબતે કહેતા બોલાચાલી કરી ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમા જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની વધુ તપાસ ડીવાયએસપી ચાલવી રહ્યા છે.