મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી NMMS શિષ્યવૃતિ પરીક્ષામાં જીકીયાળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સોલંકી નીલ વિનોદભાઈએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. NMMS શિષ્યવૃત્તિની પરીક્ષામાં જીકીયાળી શાળાની ભાટિયા નેન્સી નરેશભાઈએ પણ મોરબી જિલ્લામાં 18મો નંબર મેળવી શાળા, ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ બન્ને વિદ્યાર્થીઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.