મોરબી : વિશ્વ આખુ કોરોના વાઈરસના ભરડામા સપડાઈ ગયુ છે. આ વાઈરસ વઘુ ન વિકરે તે માટે સરકારે દેશભરમાં લોકડાઉન જાહેર કરેલ છે. આ પરિસ્થિતિમાં મજુરો તથા ગરીબો જે રોજનુ કમાઈ રોજનુ ખાય જીવન ગુજારે છે, તેઓને ખાવા-પીવાની તકલીફ ન પડે તે માટે ઘણી સંસ્થાઓ ટીફીન પાસૅલ, ફુડ પેકેટો તૈયાર કરી વિતરણ કરી પેટ ઠારે છે ત્યારે અબોલ પશુઓની ખેવના કરી મોરબીના જૈનોનુ 38 વષૅથી અવિરત ચાલતુ જૈન સોશ્યલ ગ્રુપ પશુઓની વ્હારે આવ્યું છે. આ ગ્રુપ દ્વારા વિવિધ સ્થળોએ જઈ ગાયોને લીલુ નીરણ તથા શ્વાનોને બિસ્કીટ આપી ખોરાક પુરો પાડવામાં આવે છે. આ માટે પ્રમુખ જીતેન્દ્રભાઈ સંઘવી, અનીલભાઈ દોશી, નિતીનભાઈ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે. જેમા ગ્રુપના દરેક મેમ્બર્સ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે. 4 એપ્રિલથી શરુ કરાયેલું આ કાર્ય 14 એપ્રિલ લોકડાઉન પૂરું થાય ત્યાં સુધી કરવામાં આવશે.